માં વાઘેશ્વરી
શ્રી માં વાઘેશ્વરી નું મંદિર વલ્લભીપુર મુકામે આવેલું છે જેનું સંચાલન શ્રી વાલમ બ્રાહ્મણ મહામંડળ દ્વારા કરવામાં આવે છે. સુંદર મંદિર નીચે જયાલક્ષ્મીબા હોલ આવેલો છે.
"અદ્રશ્ય ઈશ્વર નો પ્રગટ પતીનીધી"
સંત શ્રી પુનીત મહારાજ (સ્વ .બાલકૃષ્ણ ભટ્ટ )
શ્રી વાઘેશ્વરી માતાજી ના વલ્લભી પુર ખાતે ના અદ્ય સ્થાપક એવા પુ પુનીત મહારાજ ની પ્રતિમા જયાલક્ષ્મીબા હોલ ના પ્રાંગણ માં આવેલી છે.૧૯૪૮ ની સાલ માં પુ મહારાજ શ્રી ને માતાજી એ પરચો બતાવેલ અને જણાવેલ કે તેઓ તે સમય ના વાળા હાલ વલ્લભીપુર મુકામે અપૂજ હાલત માં વાવ માં છે અને મહારાજ શ્રી એ જ્ઞાતિ જનો ને એકત્ર કરી માતાજી ની સ્થાપના કરેલ.ત્યાર થી અજ દિન સુધી માતાજી નો હવાન દર આસો વદ આઠમ ના રોજ થાય છે .
સેવા મૂર્તિ સ્વ. જમનાશંકરભાઈ ધનેશ્વર મહેતા
હાલ માં આવેલા ઉપરોક્ત નવા મંદિર ની સ્થાપના ની જવાબદારી ખુબજ નિષ્ઠાથી નીભાવનારા જ્ઞાતિ ના મહામંડળ ના સનિષ્ઠ કાર્યકર ની પ્રતિમા મંદિર ના પટાંગણ માં આવેલી છે .તેઓ શ્રી સંપૂર્ણ બાંધકામ પતિ ગયા બાદ પ્રાણપ્રતિષ્ઠા ના થોડાજ દિવસ અગાઉ સ્વર્ગવાસી થયા ત્યાર બાદ તેઓ ની કર્તવ્યપરાયણતા માટે તેઓ ને માતાજી ના સાનિધ્યમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નુતન મંદિર ના પુજારી શ્રી જનકકુમાર વ્યાસ
મંદિર માં આવેલી માતાજી ની અખંડ જ્યોત
માતાજી ની મૂર્તિ ની બાજુમાંજ આ અખંડ જ્યોત આવેલી છે. આ ઉપરાંત વર્ષ ની ચારેવ નવરાત્રી દરમ્યાન મંદિર માં બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠ કરવામાં આવેછે.આ ને માટે જ્ઞાતિ ના લોકો સારા માઠા પ્રસંગે માતાજી ને યાદ કરી ભેટ મુકતા હોય છે.